મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મેડિકલ ઉમેદવારો માટે મોટા સમાચાર: NEET-SS 2026ની પરીક્ષા તારીખો જાહેર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ!

મેડિકલ ઉમેદવારો માટે મોટા સમાચાર: NEET-SS 2026ની પરીક્ષા તારીખો જાહેર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા સુપર સ્પેશિયાલિટી કોર્સિસમાં પ્રવેશ માટે લેવાતી NEET-SS 2026 પરીક્ષાના સત્તાવાર શિડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. દેશભરના મેડિકલ ક્ષેત્રના ઉમેદવારો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આ પરીક્ષાની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર:

  • પરીક્ષાની તારીખો: ૧૧ અને ૧૨ ડિસેમ્બર ૨૦૨૬

  • ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર ૨૦૨૬ (રાત્રે ૧૧:૫૫ વાગ્યા સુધી)

ઉમેદવારો નિયત સમયમર્યાદામાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. છેલ્લા સમયની દોડધામ ટાળવા માટે ઇચ્છુક તબીબી ઉમેદવારોને સમયસર રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો