Video: હમીરપુરમાં મેડિકલ કોલેજ ભવનનું ઉદ્ઘાટન

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ હમીરપુર સ્થિત રાધાકૃષ્ણન સરકારી મેડિકલ કોલેજ ખાતે અકાદમિક ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે તેમણે ઉત્તર ભારતની પ્રથમ એલાઈડ સર્વિસિસ કોલેજનો પણ પ્રારંભ કરાવ્યો હતો . આ નવી સુવિધાઓથી રાજ્યમાં આરોગ્ય શિક્ષણ અને તબીબી સેવાઓ ક્ષેત્રે મોટો સુધારો થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કોલેજ દ્વારા સ્થાનિક યુવાનોને પેરામેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થશે અને ગુણવત્તાસભર સારવાર મળી રહેશે.






