મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રિજિજુએ વકફ બિલ JPCને મોકલવાનો પ્રસ્તાવ મુક્યો, સ્પીકરે કહ્યું- જલદી કમિટી બનાવીશું

લઘુમતી મામલાના મંત્રી કિરન રિજિજૂએ વકફ એમેડમેન્ટ બિલ 2024 લોકસભામાં રજૂ કર્યું છે. JDU-શિવસેના (શિંદે)એ આ બિલનું સમર્થન કર

રિજિજુએ વકફ બિલ JPCને મોકલવાનો પ્રસ્તાવ મુક્યો, સ્પીકરે કહ્યું- જલદી કમિટી બનાવીશું

લઘુમતી મામલાના મંત્રી કિરન રિજિજૂએ વકફ એમેડમેન્ટ બિલ 2024 લોકસભામાં રજૂ કર્યું છે. JDU-શિવસેના (શિંદે)એ આ બિલનું સમર્થન કર્યું હતું જ્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, NCP અને ઓવૈસીની AIMIMએ આ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલને વકફ બિલને જોઇન્ટ સંસદીય કમિટી પાસે મોકલવામાં આવશે.

કિરન રિજિજુએ કહ્યું કે અમે પ્રસ્તાવ કરીએ છીએ કે જોઇન્ટ પાર્લિયામેન્ટરી કમિટીને મોકલવામાં આવે જેના પર સ્પીકરે કહ્યું હાં, જલદી જ કમિટી બનાવીશું. અસદુદ્દીન ઓવૈસીએ તેના પર ડિવીઝનની માંગ કરી રહ્યાં છીએ.

વકફ સંશોધન બિલ પર કિરન રિજિજુનું નિવેદન

વકફ બોર્ડ પર કેટલાક લોકોએ કબ્જો કરીને રાખ્યો છે. બિલનું સમર્થન કરો, કરોડો દુવા મળશે. બિલથી બંધારણનું ઉલ્લંઘન નથી.જેમને હક નથી મળ્યો તેમને હક અપાવવા માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે.

ભારત સરકારને વકફ બિલ લાવવાનો અધિકાર- રિજિજુ

કિરન રિજિજુએ કહ્યું કે વિપક્ષે જે તર્ક આપ્યો છે આ બિલનો વિરોધ કરતા તે સ્ટેન્ડ કરતા નથી. આ બિલમાં બંધારણની કોઇ પણ જોગવાઇનું ઉલ્લંઘન કર્યું નથી. આ કોઇ પણ ધર્મમાં દખલ નથી. કોઇનો હક છીનવા માટે નહીં, જેમને દબાવીને રાખવામાં આવ્યા તેમને જગ્યા આપવા માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારને આ બિલ લાવવાનો અધિકાર છે.

આ વકફ એમેડમેન્ટ બિલ અંગ્રેજોના જમાનાથી લઇને આઝાદી બાદ સુધી કેટલીક વખત રજૂ કરવામાં આવ્યું. આ એક્ટ સૌથી પહેલા 1954માં લાવવામાં આવ્યું હતું જે બાદ કેટલાક એમેડમેન્ટ થયા છે. જે એમેડમેન્ટ આજે અમે લાવવા જઇ રહ્યાં છીએ, તે વકફ એક્ટ 1955 જેમને 2013માં અમેડમેન્ટ લાવીને આવી જોગવાઇ લાવવામાં આવી જેને કારણે અમેડમેન્ટ અમારે લઇને આવવું પડી રહ્યું છે. 1955માં વકફ અમેડમેન્ટમાં જે પણ જોગવાઇ લાવવામાં આવી હતી, તે લોકોએ અલગ અલગ રીતે જોઇ છે. 

દેશના વકફ બોર્ડ પર માફિયાનો કબ્જો- કિરન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે મુસ્લિમોને માત્ર ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. મારી સાથે મુસ્લિમ પ્રતિનિધિઓએ મુલાકાત કરી છે. બોહરા, અહમદિયા સમુદાયની સંખ્યા ઓછી છે તો શું તેમની સમસ્યાઓને નજરઅંદાજ કરવામાં આવશે. શું તેમની સંખ્યા ઓછી છે તો તેમની વાત સાંભળવી ના જોઇએ. જો એક સમાજ નાના-નાના સમાજને કચડી નાખશે તો આપણે આ સદનમાં બેસીને કેવી રીતે જોઇશું. વિપક્ષ માત્ર કેટલાક લોકોનો અવાજ ઉઠાવી રહ્યું છે. દેશમાં જેટલા પણ વકફ બોર્ડ છે તેના પર માફિયા લોકોનો કબ્જો થઇ ગયો છે.

1500 વર્ષ જૂના ગામમાં વકફ પ્રૉપર્ટી જાહેર કરવામાં આવી

કિરન રિજિજુએ કહ્યું કે તમિલનાડુમાં એક વ્યક્તિ પોતાની જમીન વેચવા ગયા તો કહેવામાં આવ્યું કે તમારી જમીન તો વકફના નામ પર છે. તે ગામનો ઇતિહાસ 1500 વર્ષ જૂનો છે.

કર્ણાટક રાજ્યમાં 2012માં લઘુમતી કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વકફ બોર્ડે હજારો એકર જમીન કોમર્શિયલ લેન્ડમાં કન્વર્ટ કરી દેવામાં આવી. આ લોકો મનમાની કરી રહ્યાં છે.

શિવસેના (શિંદે)એ કર્યું બિલનું સમર્થન

શ્રીકાંત શિંદેએ વકફ બિલનું સમર્થન કરતા કહ્યું કે કેટલાક લોક આ બિલનો વિરોધ જાતિ, ધર્મના નામ પર કરી રહ્યાં છે. આ બિલનો અર્થ ટ્રાન્સપેરેન્સી અને અકાઉન્ટિબિલિટી. આ બિલના નામ પર વિપક્ષી પાર્ટી ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે. તમારે અલગ કાયદો કેમ જોઇએ. 

અખિલેશ યાદવે વકફ બોર્ડ બિલનો વિરોધ કર્યો

સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે વકફ બોર્ડ બિલનો વિરોધ નોંધાવ્યો હતો. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ તૃષ્ટિકરણ માટે આ બિલ લઇને આવી રહી છે. ભાજપ હતાશ અને નિરાશ છે.

તમે મુસલમાનોના દુશ્મન છો- ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસીએ નિયમ 72 (2) હેઠળ બિલ રજૂ કરવાનો વિરોધ કરતા કહ્યું કે આ બંધારણીય મૂળ ભાવના પર હુમલો છે. તમે હિન્દૂ પુરી સંપત્તિ પોતાના પુત્ર-દીકરીના નામ પર આપી શકો છો પરંતુ અમે એક તૃતિયાંશ જ આપી શકીએ છીએ. હિન્દૂ સંગઠન અને ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીમાં ગેર ધર્મોના સભ્ય સામેલ નથી તો વકફમાં કેમ. આ બિલ હિન્દૂ-મુસલમાનમાં ભેદભાવ કરે છે. વકફ પ્રૉપર્ટી પબ્લિક પ્રૉપર્ટી નથી. આ સરકાર દરગાહ અને અન્ય સંપત્તિઓ લેવા માંગે છે. સરકાર કહે છે કે અમે મહિલાઓને આપી રહ્યાં છીએ, મને વિશ્વાસ છે કે તમે બિલ્કિસ બાનો અને જકિયા જાફરીને મેમ્બર બનાવશો. તમે દેશને વહેંચવાનું કામ કરી રહ્યાં છો. તમે મુસલમાનોના દુશ્મન છો.

વકફ બિલની જાણકારી મીડિયા પાસેથી મળી- સુપ્રિયા સુલે

સુપ્રિયા સુલેએ વકફ બિલ પર સરકારને ઘેરતા કહ્યું કે સરકારની એક નવી કાર્યપ્રણાલી જોવા મળી રહી છે. આ સંસદ પહેલા મીડિયાને જણાવે છે. આ બિલની જાણકારી અમને મીડિયા પાસેથી મળી છે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ બિલને સર્ક્યુલેટ કરવામાં આવ્યું છે તેને 6 તારીખે જ લોકસભાના પોર્ટલ પર સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. ચેક કરી લો. તે બાદ સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં પણ તેના પર ચર્ચા થઇ હતી. સુપ્રિયા સુલેએ બાંગ્લાદેશના ઘટનાક્રમનો પણ ઉલ્લેખ કર્યો અને આ બિલના ટાઇમિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રિયા સુલેએ કહ્યું કે વકફ બોર્ડમાં અત્યારે એવું તો શું થયું કે આ બિલ લાવવાની જરૂર પડી ગઇ?

વકફ બિલ મુસ્લિમ વિરોધી નથી- લલન સિંહ

કેન્દ્રીય મંત્રી લલન સિંહે સંસદમાં વકફ બિલનું સમર્થન કર્યું છે. લલન સિંહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યું કે આ બિલ મુસ્લિમ વિરોધી નથી. આ મંદિરની વાત કરે છે, મંદિરની વાત ક્યાંથી આવી. કોઇ પણ સંસ્થા જ્યારે નિરંકુશ હશે તો સરકાર તેના પર અંકુશ લગાવવા માટે, પારદર્શિતા માટે કાયદો બનાવશે. આ તેનો અધિકાર છે. પારદર્શિતા હોવી જોઇએ અને આ બિલ પારદર્શિતા માટે છે. 

આ બંધારણીય જોગવાઇનું ઉલ્લંઘન- કનિમોઝી

DMKના સાંસદ કનિમોઝી કરૂણાનિધિએ કહ્યું કે આ બંધારણીય જોગવાઇઓનું ઉલ્લંઘન છે. કોઇ મંદિરની કમિટીમાં જ્યારે કોઇ ગેર હિન્દૂ સભ્ય નથી તો પછી વકફમાં કેમ. આ બિલ વિશેષ રીતે એક ધાર્મિક ગ્રુપને ટાર્ગેટ કરે છે જે સમાનતાના કાયદાનું ઉલ્લંઘન છે. આ બિલ પુરી રીતે મુસ્લિમો વિરૂદ્ધ છે. આ દેશ સેક્યુલર દેશ છે જેમાં અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષાના લોકો રહે છે.

વકફ બિલ ફંડામેન્ટલ રાઇટ્સ પર હુમલો- વેણુગોપાલ

કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે વકફ બિલ પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે આ બંધારણથી મળતા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. આ બિલ ફંડામેન્ટલ રાઇટ્સ પર હુમલો છે, તેમને સવાલ કર્યો કે શું અયોધ્યાના મંદિરમાં કોઇ નૉન હિન્દૂ છે, શું કોઇ મંદિરની કમિટીમાં કોઇ ગેર હિન્દૂને રાખવામાં આવ્યા છે. વેણુગોપાલે કહ્યું કે વકફ પણ એક ધાર્મિક સંસ્થા છે. આ સમાજને વહેંચવાનો પ્રયાસ છે.

સમાજવાદી પાર્ટીએ કહ્યું તે, ધર્મમાં દખલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે કહ્યું કે- મુસ્લિમો સાથે અન્યાય કેમ થઇ રહ્યો છે. DMKએ પણ કહ્યું કે, સંસદમાં આ દુ:ખદ દિવસ છે.

આ સમાચાર શેર કરો