હરિયાણાના CM બનવા માગતા હતા પણ અમિત શાહે બનાવી દીધા પ્રસ્તાવક, આ નેતા સાથે થઈ ગયો ખેલ
હરિયાણામાં ભાજપા વિધાયક દળની બેઠકમાં નાયબ સિંહ સૈની સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટાયા હતા.

હરિયાણામાં ભાજપા વિધાયક દળની બેઠકમાં નાયબ સિંહ સૈની સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટાયા હતા. નાયબ સૈનીના નામનો પ્રસ્તાવ અંબાલા કેન્ટના ધારાસભ્ય અનિલ વિજ અને નરવાના ધારાસભ્ય કૃષ્ણ કુમાર બેદીએ રાખ્યો હતો. બુધવારે પંચકુલામાં ભાજપની બેઠકમાં સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ નિરીક્ષક તરીકે હાજર હતા.
જણાવી દઈએ કે અનિલ વિજ હરિયાણાના મુખ્યમંત્રી પદ માટે ઘણી વખત પોતાનો દાવો રજૂ કરી ચૂક્યા છે. અનિલ વિજે 15 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, હું 6 વખત ધારાસભ્ય બન્યો છું અને સાતમી વખત ચૂંટણી લડી રહ્યો છું. હું મુખ્યમંત્રી બનવા માટે જનતાના ઘણા દબાણનો સામનો કરી રહ્યો છું. 5 ઓક્ટોબરે ચૂંટણીના દિવસે પણ અનિલ વિજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો હાઈકમાન્ડ ઈચ્છે તો તમારી સાથે આગામી બેઠક સીએમ હાઉસમાં થશે.
પરંતુ આજે ધારાસભ્ય દળની બેઠકમાં કંઈક જુદું જ જોવા મળ્યું. આજે અનિલ વિજ નાયબ સિંહ સૈનીની જે ખુરશી માટે દાવો કરી રહ્યા હતા તેના પર નિમણૂંક કરવા પ્રસ્તાવક બન્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ નિરીક્ષક તરીકે હાજર હતા. આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહે જાહેરાત કરી હતી કે, હરિયાણામાં ભાજપ તરફથી નાયબ સૈની સીએમ ચહેરો હશે. આજે ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ બાબતને મંજૂરી આપવામાં આવી હતી.
હવે જ્યારે તેમને ફરીથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો અનિલ વિજે કહ્યું કે મારી આવી કોઈ ઈચ્છા નથી. અનિલ વિજે કહ્યું, 'મેં તેને ક્યારેય મારા મગજમાં પણ નથી રાખ્યું. પાર્ટી તરફથી કોઈ પણ જવાબદારી મળવા પર અનિલ વિજે કહ્યું કે જો પાર્ટી મને ચોકીદાર બનાવશે તો હું તે કામ પણ પૂરી નિષ્ઠાથી કરીશ.
વિધાયક દળની બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મનોહર લાલ અને રાવ ઈન્દ્રજીત અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી સાથે ભાજપના તમામ ધારાસભ્યો હાજર હતા. આ બેઠકમાં અનિલ વિજ અને કૃષ્ણ કુમાર બેદીએ નાયબ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. અગાઉ સીએમ પદને લઈને છેલ્લા બે દિવસથી કોકડું ગુંચવાયું હતું. જેને પગલે ખુદ ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળવી પડી હતી. અમિત શાહની હાજરીમાં જે સીએમ પદની માંગણી કરતા હતા. તેની પાસે જ સીએમ પદના ઉમેદવારનો પ્રસ્તાવ મુકાવડાવ્યો.
અમિત શાહે કહ્યું- હરિયાણાની સ્થાપના 60ના દાયકામાં થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી કોઈ પણ મુખ્યમંત્રી પોતાના પક્ષને સતત વિજયી બનાવવામાં સફળ થયા નથી. હરિયાણામાં પહેલીવાર ત્રીજી વખત ભાજપની સરકાર બની છે. તેનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મનોહર ખટ્ટરે મુખ્યમંત્રી બનીને સાડા 9 વર્ષ સરકાર ચલાવી. આ પછી પાર્ટીએ તેમને કેન્દ્રમાં જવાબદારી આપવાનો નિર્ણય કર્યો. આ પછી રાજ્યની બાગડોર યુવા નાયબ સૈનીને સોંપવામાં આવી. તેમના નેતૃત્ત્વમાં પાર્ટી ફરીથી વિજયી બની છે.
પક્ષ ભલે મને ચોકીદાર બનાવે, હું સમર્પણથી કામ કરીશ - અનિલ વિજ
નાયબ સિંહ સૈની હરિયાણામાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ સાથે તેમનો ફરીથી સીએમ બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેઓ ગુરુવારે સવારે 10 વાગે પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમના નામની દરખાસ્ત પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ વિજ દ્વારા કરવામાં આવી હતી, જે ચૂંટણી દરમિયાન પોતાને મુખ્યમંત્રી પદ માટે દાવેદાર ગણાવતા હતા. હવે જ્યારે તેમને ફરીથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો અનિલ વિજે કહ્યું કે મારી આવી કોઈ ઈચ્છા નથી. અનિલ વિજે કહ્યું, 'મેં તેને ક્યારેય મારા મગજમાં પણ નથી રાખ્યું. પાર્ટી તરફથી કોઈ પણ જવાબદારી મળવા પર અનિલ વિજે કહ્યું કે જો પાર્ટી મને ચોકીદાર બનાવશે તો હું તે કામ પૂરી નિષ્ઠાથી કરીશ.







