પેરિસથી આવતી વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી, મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
પેરિસથી આવતી વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિેંગ કરવામાં આવ્યું

પેરિસથી આવતી વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિેંગ કરવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી.
પેરિસથી 306 લોકોને લઇને મુંબઇ આવતી વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ વિમાનના પહોંચ્યા પહેલા જ મુંબઇ એરપોર્ટ પરક ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી.
આ પહેલા પણ વિમાનમાં બોમ્બની મળી ચુકી છે ધમકી
દિલ્હીથી શ્રીનગર જતી વિસ્તારાની ફ્લાઇટમાં પણ બોમ્બની ધમકી મળી હતી. દિલ્હીથી આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK611ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જોકે, બોમ્બની અફવા નીકળી હતી.






