LokSabha Election: બંગાળમાં ચૂંટણી વચ્ચે હિંસા, કૂચબિહારમાં પથ્થરમારો; ભાજપના કાર્યકર્તાની ઘરની બહાર મળ્યો બોમ્બ
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી માટે થઇ રહેલા મતદાન વચ્ચે હિંસાના સમાચાર સામે આવ્યા છે. બંગ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી માટે થઇ રહેલા મતદાન વચ્ચે હિંસાના સમાચાર સામે આવ્યા છે. બંગાળના કૂચબિહાર જિલ્લાના દિનહાટા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાના ઘરની બહાર બોમ્બ મળ્યો છે. બીજી તરફ કૂચબિહારમાં જ ચાંદમારી વિસ્તારમાં ભાજપના બૂથ અધ્યક્ષ લાબ સરકાર સાથે મારામારી કરવામાં આવી હતી. ભાજપના નેતાના માથામાં ઇજા થઇ હતી અને તેમણે વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર લગાવવામાં આવ્યો છે.
TMCના કાર્યકર્તા પણ ઘાયલ થયા
સમાચાર એજન્સી અનુસાર, પશ્ચિમ બંગાળમાં ગુરૂવાર રાત્રે પણ હિંસા થઇ હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના બે કાર્યકર્તાઓ પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. કૂચબિહારમાં થયેલા હુમલામાં TMCના બન્ને કાર્યકર્તા ઘાયલ થયા હતા. ઉત્તર બંગાળ વિકાસ મંત્રી અને TMCના દિનહાટાના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપ પર આ હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું કે બન્ને કાર્યકર્તા દિનહાટામાં બૂથ સમિતિ અધ્યક્ષના ઘરે જઇ રહ્યાં હતા ત્યારે તેમણે રોકવામાં આવ્યા હતા અને તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.
ભાજપે હુમલામાં હાથ ઇનકાર કર્યો
ભાજપના નેતાએ TMC કાર્યકર્તા પર થયેલા હુમલામાં હાથ હોવાનો ઇનકાર કર્યો છે. ભાજપના નેતાએ કહ્યું, આ TMCનો આંતરિક વિખવાદ છે જેમાં ભાજપનો હાથ નથી. બંગાળના કૂચબિહાર, જલપાઇગુડી અને અલીપુરદુઆરમાં પ્રથમ તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. બીજી તરફ પોલીસે સાવચેતી રાખતા મોટી સંખ્યામાં સુરક્ષા વધારી દીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે TMCના કાર્યકર્તાને પણ ઇજા થઇ છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.








