વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થતા જ PM મોદી થયા એક્ટિવ, IOA અધ્યક્ષ પીટી ઉષાને આપ્યો આ આદેશ
વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિકમાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ડિસક્વોલિફાય થતા હંગામો થયો છે. ખેલમંત્રી બપોરે 3

વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિકમાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ડિસક્વોલિફાય થતા હંગામો થયો છે. ખેલમંત્રી બપોરે 3 વાગ્યે આ મામલે જવાબ આપશે. રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ IOA અધ્યક્ષ પીટી ઉષા સાથે પણ વાત કરી છે. પીએમ મોદીએ તમામ વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. બીજી તરફ વિપક્ષે તપાસની માંગ કરી છે.
રાષ્ટ્રપતિએ કર્યું ટ્વીટ
'તમામ વિકલ્પો તપાસી મજબૂત વિરોધ કરો'- PM મોદી
વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ પીટી ઉષા સાથે વાત કરીને જાણકારી માંગી છે. પીએમ મોદીએ આ સ્થિતિમાં તમામ વિકલ્પો પર વિચાર કરવા રહ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવા મામલે પેરિસ ઓલમ્પિક સમિતિના સમક્ષ કડક વિરોધ નોંધાવવા પણ કહ્યું છે.
તમે ચેમ્પિયન છો- પીએમ મોદી
પીએમ મોદીએ એક્સ પર લખ્યુ- વિનેશ, તમે ચેમ્પિયનમાં ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની નિષ્ફળતા દુ:ખ આપે છે. હું શબ્દોમાં તે નિરાશાને વ્યક્ત કરી શકતો જે હું અનુભવ કરી રહ્યો છું. હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત પાછા આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.
અમિત શાહે પણ કર્યું ટ્વીટ
દેશ તમારી સાથે- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું, 'વિશ્વવિજેતા પહેલવાનોને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ભારતની શાન વિનેશ ફોગાટનું ટેકનિકલ આધાર પર અયોગ્ય જાહેર કરવું દૂર્ભાગ્યપૂર્ણ છે. અમને પુરી આશા છે કે ભારતીય ઓલમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂતીથી ચેલેન્જ કરીને દેશની દીકરીને ન્યાય અપાવશે. વિનેશ હિમ્મત હારનારાઓમાંથી નથી, અમને પુરો વિશ્વાસ છે કે તે અખાડામાં વધુ મજબૂતીથી વાપસી કરશે. વિનેશ તમે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું છે. આજે પણ આખો દેશ તમારી તાકાત બનીને તમારી સાથે ઉભો છે.'
ઓલમ્પિકનો બહિષ્કાર કરો- AAP
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ એકસ પર લખ્યુ, "આ વિનેશ નહીં દેશનું અપમાન છે. વિનેશ ફોગાટ પુરી દુનિયામાં ઇતિહાસ રચવા જઇ રહ્યાં હતા, તેમને 100 ગ્રામ ઓવરવેટ બતાવીને અયોગ્ય જાહેર કરવા ઘોર અન્યાય છે. દેશ વિનેશ સાથે ઉભો છે, ભારત સરકાર તરત જ હસ્તક્ષેપ કરે, જો વાત માનવામાં ના આવે તો ઓલમ્પિકનો બહિષ્કાર કરો."
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, ફાઇનલમાં ના રમી શકવાની તપાસ કરવામાં આવે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું- આ એક મોટું નફરતી ષડયંત્ર છે.
ભારતનો વિરોધ
ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે.








