VIDEO: ઝોજીલા ટનલ પ્રોજેક્ટમાં અંતિમ ૨.૫ મીટરના ખડકને વિસ્ફોટ દ્વારા તોડીને સફળતાપૂર્વક બ્રેકથ્રુ હાંસલ કર્યો
ભારતની સૌથી મહત્વકાંક્ષી અને વ્યૂહાત્મક ઝોજીલા ટનલ પ્રો
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
ભારતની સૌથી મહત્વકાંક્ષી અને વ્યૂહાત્મક ઝોજીલા ટનલ પ્રોજેક્ટમાં આજે ૯ જૂન, ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મિનામાર્ગ ખાતે ટનલના અંતિમ ૨.૫ મીટરના ખડકને વિસ્ફોટ દ્વારા તોડીને સફળતાપૂર્વક બ્રેકથ્રુ હાંસલ કર્યો હતો. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. ૧૩.૧૫ કિમી લાંબી આ ટનલ ૧૧,૫૭૮ ફૂટની ઊંચાઈએ નિર્મિત વિશ્વની સૌથી લાંબી સિંગલ-ટ્યુબ બાય-ડાયરેક્શનલ ટનલ બનશે. આ ટનલ કાશ્મીરના બાલ્તલ અને લદ્દાખના મીનામાર્ગને જોડશે જેનાથી પ્રવાસનો સમય ૧.૫ કલાકથી ઘટીને માત્ર ૧૫ મિનિટ થઈ જશે.