મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કાશ્મીરમાં પ્રવાસીઓ વાતાવરણનો આનંદ માણી રહ્યા છે

દેશના અન્ય ભાગોમાં વધતી જતી કાળઝાળ ગરમી અને તાપમાન વચ્ચે જમ્મુ-કાશ્મીરનું વાતાવરણ અત્યારે પ્રવાસીઓ માટે આકર્

દેશના અન્ય ભાગોમાં વધતી જતી કાળઝાળ ગરમી અને તાપમાન વચ્ચે જમ્મુ-કાશ્મીરનું વાતાવરણ અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રીનગર સહિત કાશ્મીર ખીણમાં પ્રવર્તતા ખુશનુમા અને ઠંડા વાતાવરણનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે દેશભરમાંથી લોકો કાશ્મીરના પહાડો અને ખીણો તરફ વળી રહ્યા છે. ડાલ સરોવરની સુંદરતા અને અહીંની કુદરતી ઠંડક પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. પ્રવાસન ઉદ્યોગને પણ આ સિઝનમાં મોટો વેગ મળ્યો છે.

આ સમાચાર શેર કરો