VIDEO: અચાનક માટી અંદર ધસી અને પુણે મ્યુનિ. કોર્પોરેશનનો ટ્રક ખાડામાં ઉતરી ગયો
પુણે: લક્ષ્મી રોડ પર સમાધાન ચોક પાસે પુણે સિટી પોસ્ટ ઓફિસના પરિસરમાં અચાનક જ મસમોટું ગાબડું પડી

પુણે: લક્ષ્મી રોડ પર સમાધાન ચોક પાસે પુણે સિટી પોસ્ટ ઓફિસના પરિસરમાં અચાનક જ મસમોટું ગાબડું પડી ગયું હતું. જેમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રક ઉતરી ગયો હતો. જો કે આ ઘટના દરમિયાન ટ્રક ડ્રાયવર પોતાને બચાવવા માટે વાહનમાંથી કૂદી પડ્યો હતો.
ફાયર ઓફિસર સુભાષ જાધવે જણાવ્યું હતું કે, "પીએમસી સક્શન સેપ્ટિક ટેન્ક વાહન સમાધાન ચોક ખાતે સિટી પોસ્ટ કોમ્પ્લેક્સ પાસેના શૌચાલયને સાફ કરવા માટે ગયું હતું. અચાનક માટી અંદર ધસી ગઈ અને આખું વાહન ખાડામાં પડી ગયું. બે મોટરસાઈકલ પણ ખાડામાં પડી ગઈ હતી.સેપ્ટિક ટેન્ક વાહનના ચાલકે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી.”




