Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO : Pune massacre: Lover-lover are now blaming each other

VIDEO : પુણે હત્યાકાંડ: પ્રેમી-પ્રેમિકા હવે એકબીજા પર ઢોળી રહ્યા છે દોષનો ટોપલો

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડમાં એક મોટો વળાંક આવ્યો છે, જ્યાં આ કેસની મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેનો કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી હવે સામસામે આવી ગયા છે. પોલીસ ધરપકડ બાદ પાપનો ઘડો ફૂટતા જ બંને વચ્ચેનો કથિત પ્રેમ ગાયબ થઈ ગયો છે અને તેઓ પૂછપરછમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. શરૂઆતમાં અકસ્માત દેખાતી આ ઘટના પાછળ સિયા અને ચેતનની ઊંડી સાજિશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સિયા અને ચેતનની હત્યા તેમજ ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરી છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે લોકઅપ ભેગા થતાં જ બંને આરોપીઓ હત્યાના કાવતરાની જવાબદારી એકબીજા પર નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચેતને પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તે માત્ર સિયા સાથે ભાગી જવા માંગતો હતો, પરંતુ સિયાએ જ કેતનની હત્યા કરવા પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, સિયાએ પણ પોતાના કથિત પ્રેમી ચેતન સામે મોરચો ખોલ્યો છે અને તમામ વાંક તેનો હોવાનું જણાવ્યું છે. સિયાએ પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો છે કે કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન સંપૂર્ણપણે ચેતનનો જ હતો. તેણે એવો પણ ખુલાસો કર્યો કે તેઓ ૧૪ જૂન ૨૦૨૬ના રોજ જ કેતનની હત્યા કરવા માંગતા હતા, પરંતુ તે પ્લાન નિષ્ફળ જતાં ચેતન ખૂબ રડ્યો હતો.

App Store
ટોપિક્સ:gstvnewspunemurder case