VIDEO: રાજૌરીમાં સુરક્ષા દળોનું મેગા સર્ચ ઓપરેશન આજે સતત 11માં દિવસે પણ યથાવત
સોર્સ : GSTV
જમ્મુકાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું મેગા સર્ચ ઓપરેશન આજે સતત 11માં દિવસે પણ યથાવત છે. ઓપરેશન શેરૂવાલીહેઠળ ભારતીય સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા ગંભીર મુગલા અને ડૉરીમલના ગાઢ જંગલ વિસ્તારોમાં આતંકવાદીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ દુર્ગમ પહાડી વિસ્તારો અને ગાઢ વનરાજી વચ્ચે આતંકવાદીઓને ઠાર મારવા માટે સેના દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે. 23 મેના રોજ થયેલી પ્રાથમિક અથડામણ બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ સતત ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ છુપાયેલા 2 થી 3 આતંકવાદીઓનો સફાયો કરવાનો છે.

