VIDEO : IDFC ફર્સ્ટ બેંક કૌભાંડમાં IAS અધિકારી પંકજ અગ્રવાલની CBI દ્વારા ધરપકડ
હરિયાણામાં ચકચારી મચાવનારા IDFC ફર્સ્ટ બેંક કથિત કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સ

હરિયાણામાં ચકચારી મચાવનારા IDFC ફર્સ્ટ બેંક કથિત કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આઈએએસ અધિકારી પંકજ અગ્રવાલની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં નાણાકીય ગેરરીતિ અને કાયદાકીય નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે, જેને પગલે સીબીઆઈએ લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે આ પગલું ભર્યું છે. ધરપકડ બાદ અધિકારીને પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ અધિકારીની વધુ પૂછપરછ અને કેસના અન્ય પાસાઓ સ્પષ્ટ કરવા માટે રિમાન્ડની માંગણી કરી છે. આ ધરપકડને રાજ્યના વહીવટી વર્તુળોમાં એક મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. ભ્રષ્ટાચારના આ ગંભીર કેસમાં અન્ય કોની સંડોવણી છે, તે અંગે પણ સીબીઆઈ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી હરિયાણાના સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.



