મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકાર

મુંબઈમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ૨૩ જૂન ૨૦૨૬ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન થયું

મુંબઈમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ૨૩ જૂન ૨૦૨૬ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદે જ શહેરને ધમરોળી નાખ્યું છે. રાતભર પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ જવાથી સુરક્ષાના કારણોસર તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ  એ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન પણ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો