મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી યુનિવર્સિટીના વિધાર્થીઓનો અકસ્માત, રેલિંગ થઈ કારની આરપાર

દિલ્હીના શાંતિવન વિસ્તારમાં કાર અકસ્માતમાં દિલ્હી યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકો ઘાયલ

VIDEO: દિલ્હી યુનિવર્સિટીના વિધાર્થીઓનો અકસ્માત, રેલિંગ થઈ કારની આરપાર

દિલ્હીના શાંતિવન વિસ્તારમાં કાર અકસ્માતમાં દિલ્હી યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ વિદ્યાર્થીઓ ગુરુગ્રામથી મિત્રનો જન્મદિવસ મનાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે કાર રસ્તામાં બેકાબુ થઈ ગઈ હતી અને રોડની બાજુમાં આવેલી રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું.

તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે તેના મોબાઈલ ફોન પર ગીત બદલવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો. કાર બાજુની રેલિંગ સાથે અથડાઈ હતી, અને આખી કાર રેલિંગ માંથી પસાર થઈ ગઈ હતી. જેના કારણે કારને ખૂબ નુકસાન થયું હતું. હાજર વિધાર્થીઓ ઘાયલ થાય છે. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો