Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Congress seat turned into a battleground: Leaders kicked, punched

VIDEO/ કોંગ્રેસની બેઠક બની યુદ્ધનું મેદાન: નેતાઓ વચ્ચે જાહેરમાં લાતો, મુક્કા અને થપ્પડબાજી, બૂટ-ચંપલ ઉછળ્યા

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO/ કોંગ્રેસની બેઠક બની યુદ્ધનું મેદાન: નેતાઓ વચ્ચે જાહેરમાં લાતો, મુક્કા અને થપ્પડબાજી, બૂટ-ચંપલ ઉછળ્યા
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી (Aligarh) કોંગ્રેસ પક્ષની અંદરુની જૂથબંધી અને કલહનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અલીગઢના રેલવે રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે (Congress Office) પાર્ટીના રાષ્ટ્રીય સચિવની હાજરીમાં જ યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન કાર્યકરો અને નેતાઓ આપસમાં ભીડાઈ ગયા હતા. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો વચ્ચે જાહેરમાં લાતો, મુક્કા અને થપ્પડબાજી થઈ હતી. આ હંગામાને કારણે કોંગ્રેસ સંગઠનની અંદરની યાદવાસ્થળી અને વિખવાદ (Internal Conflict) ફરી એકવાર સપાટી પર આવી ગયા છે.

App Store

પાનની પિચકારી મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયો વિવાદ

મળતી માહિતી મુજબ, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના (AICC) રાષ્ટ્રીય સચિવ અને યુપી બ્રજ ઝોનના પ્રભારી તૌકીર આલમ રવિવારે અલીગઢની મુલાકાતે હતા. તેઓ બ્લોક, બૂથ અને વોર્ડ પ્રમુખોની કામગીરી અંગે એક મહત્વની રિવ્યૂ મીટિંગ (Review Meeting) લઈ રહ્યા હતા.

બપોરે 12 વાગ્યાની આસપાસ બેઠક શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ (District Vice President) શાહિદ ગુડ્ડુ અને કોંગ્રેસ સેવા દળના પૂર્વ પ્રમુખ તથા હાલ ગૌતમબુદ્ધ નગરના કો-ઓર્ડિનેટર આલોક ગૌડના ઓફિસ સેક્રેટરી સોનુ વાલ્મિકી વચ્ચે પાનની પિચકારી મારવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.

નેતાઓ વચ્ચે જામી જૂથબંધી, કાર્યાલય બન્યું અખાડો

જોતજોતામાં આ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ભારે ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી. સોનુ વાલ્મિકી અને સૌરભ નામના યુવકે ઉપપ્રમુખ શાહિદ ગુડ્ડુને ધક્કો માર્યો હતો, જેનાથી ગુસ્સે ભરાયેલા શાહિદ ગુડ્ડુએ પોતાનું જૂતું કાઢી લીધું અને તે યુવકો તરફ દોડ્યા હતા.

કાર્યાલયની બહાર હંગામો વધતા જ્યારે આલોક ગૌડ વચ્ચેબચાવ કરવા આવ્યા, ત્યારે જિલ્લા ઉપપ્રમુખ શાહિદ ગુડ્ડુએ તેમને જાહેરમાં જોરદાર થપ્પડ (Slapgate) ઝીંકી દીધી હતી. આ તરફ આલોક ગૌડના સમર્થકોએ પણ શાહિદ ગુડ્ડુને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. રાષ્ટ્રીય સચિવ તૌકીર આલમ, જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિવેક બંસલની નજર સામે જ કલાકો સુધી કોંગ્રેસ કાર્યાલય અખાડો બનેલું રહ્યું હતું અને અન્ય કાર્યકરો મૂકપ્રેક્ષક (Mute Spectators) બનીને જોતા રહ્યા હતા.

વિવાદ બાદ વિચિત્ર રાજકારણ અને પોલીસ ફરિયાદ

આ શરમજનક ઘટના બાદ પક્ષના સ્થાનિક નેતાઓ બચાવ મુદ્રામાં આવી ગયા છે અને વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે: 

જિલ્લા પ્રમુખ સોમવીર સિંહનું નિવેદન: તેમણે જણાવ્યું કે, તેઓ માત્ર ઉપપ્રમુખ શાહિદ ગુડ્ડુને ઓળખે છે, મારામારી કરનારા અન્ય લોકોને તેઓ જાણતા નથી.

મહાનગર પ્રમુખનો દાવો: તેમણે આ હંગામો કરનાર અને મારામારી કરનાર વ્યક્તિને આરએસએસનો (RSS Agent) ગણાવીને પલ્લું ઝાડી લીધું હતું.

બીજી તરફ, આ હિંસક મામલે સોનુ વાલ્મિકી દ્વારા કોંગ્રેસ ઉપપ્રમુખ શાહિદ ગુડ્ડુ અને તેમના સાથીઓ વિરુદ્ધ અલીગઢના ગાંધી પાર્ક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ (Police Complaint) આપવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.