VIDEO: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો
દેશભરમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ 19 કિલોના વ્યાવસાયિક ગેસ

દેશભરમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ 19 કિલોના વ્યાવસાયિક ગેસ સિલિન્ડરમાં મોટો ભાવવધારો જાહેર કર્યો છે. દિલ્હીમાં સિલિન્ડર 42 રૂપિયા મોંઘું થઈ ત્રણ હજાર 113 રૂપિયા 50 પૈસાએ પહોંચ્યું છે, જ્યારે કોલકાતામાં 53 રૂપિયા 50 પૈસાના વધારા સાથે ભાવ ત્રણ હજાર 255 રૂપિયા 50 પૈસા થયો છે. નવા દરો આજથી અમલમાં આવ્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2026ની શરૂઆતથી જ કિંમતો સતત વધી રહી છે. જાન્યુઆરીમાં દિલ્હીમાં જે ભાવ 1,691.50 હતો, તે ક્રમશઃ વધતો રહીને હવે રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. આ સિવાય 5 કિલોના નાના સિલિન્ડરમાં પણ 11 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવવધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓ પર આર્થિક બોજ વધશે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.



