મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : પડતર માંગણીઓને લઈને બંધનું એલાન, તણાવપૂર્ણ સ્થિતિ

લદાખમાં લેહ એપેક્ષ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) દ્વારા આજે ૨૩ જૂન ૨૦૨૬ના રોજ

લદાખમાં લેહ એપેક્ષ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) દ્વારા આજે ૨૩ જૂન ૨૦૨૬ના રોજ સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પર ૨૨ મેના રોજ થયેલી સમજૂતીમાંથી પીછેહઠ કરવાનો આરોપ લગાવતા સ્થાનિક સંગઠનોએ આ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં લદાખને રાજ્યનો દરજ્જો આપવો, બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ અને સ્થાનિકો માટે નોકરીમાં અનામતનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો છે કે ગૃહ મંત્રાલયે બેઠકના સત્તાવાર મિનિટ્સમાં સંમતિ સધાયેલા મુદ્દાઓનો સમાવેશ કર્યો નથી. પ્રવાસીઓની હાલની સિઝનને ધ્યાનમાં રાખીને પરિવહન સેવાઓને બંધમાંથી બાકાત રાખવામાં આવી છે  પરંતુ બજારો અને વેપારી સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રહ્યા છે. દલાઈ લામાની આગામી મુલાકાતને લઈને સરકારે બનાવેલી યોજનાઓ છતાં લોકોમાં રોષ યથાવત છે અને સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે

આ સમાચાર શેર કરો