VIDEO: લેહમાં ભૂકંપ જેવી કુદરતી આફતોને પહોંચી વળવા માટે યોજાઈ મોક ડ્રીલ, સંકટ સમયે જાન-માલના નુકસાનને ટાળવા હાથ ધરાઈ કવાયત
લદાખના લેહમાં આ
લદાખના લેહમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મુખ્ય બજાર ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ ભૂકંપ અથવા અન્ય કુદરતી આફતો સમયે રાહત અને બચાવ કામગીરીની ક્ષમતા ચકાસવાનો હતો.આ ડ્રીલમાં પોલીસ, વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. કટોકટીના સમયે જાન-માલનું નુકસાન કેવી રીતે ઘટાડવું અને અસરગ્રસ્તોને ઝડપથી સુરક્ષિત સ્થળે કેવી રીતે ખસેડવા, તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.


