મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારતે સંરક્ષણ ક્ષેત્રે  વધુ એક સફળતા  દિવ્યાસ્ત્ર Mk-1 ડ્રોનનું સફળ પરીક્ષણ

ભારતે ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી લીધી છે. ભારતે એ

ભારતે  ક્ષેત્રે  વધુ એક સફળતા હાંસલ કરી લીધી છે. ભારતે એવી આકાશી યોદ્ધા ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે, જે સતત પાંચ કલાક ઉડવાની અને 500 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનો ટાર્ગેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે, તેનું અનેકવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે તમામ વખતે ખરુ ઉતર્યું છે. આ આકાશી યોદ્ધા ડ્રોનનું નામ દિવ્યાસ્ત્ર Mk-1  છે, જેનું જોધપુરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાના અધિકારીઓની હાજરીમાં હોવરિટ દ્વારા બનાવેલા આ ડ્રોનનું સફળ શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ડ્રોનને પહેલા વાહન પર મોબાઈલ લૉન્ચરમાં લગાવવામાં આવ્યું હતું, પછી તેના પરથી અનેકવાર લૉન્ચ કરવામાં આવ્યું છે, જે દર વખતે સફળ થયું છે. ડ્રોનની ખાસીયતની વાત કરીએ તો તેને સફળતાપૂર્વક વાહનના લૉન્ચર પર લગાવી શકાય છે. તેને યુદ્ધ ટાણે તાત્કાલીક એક્ટિવ કરી દેવાની, યુદ્ધગ્રસ્ત સ્થળો પર તુરંત તહેનાત કરવા સહિતની ક્ષમતા છે. હોવરિટ કંપનીના જણાવ્યા મુજબ, આ ડ્રોનમાં ગુપ્ત માહિતી એકત્ર કરવાની, ખૂણા-ખાચરા સુધી દેખરેખ રાખવાની પણ અત્યાધુનિક ખુબી ધરાવે છે. આ પરીક્ષણે સાબિત કરી દીધું છે કે, તે ખરાખરીની પરિસ્થિતિ સમયે અસરકારક રીતે કામ કરી શકે છે.

આ સમાચાર શેર કરો