મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બંગાળ/ સંદેશખાલીની પીડિતાનો મોટો ખુલાસો, ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીની રહેવાસી ત્રણ મહિલાઓમાંથી એકે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ પર દુષ્કર્મનો આ

બંગાળ/ સંદેશખાલીની પીડિતાનો મોટો ખુલાસો, ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીની રહેવાસી ત્રણ મહિલાઓમાંથી એકે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ પર દુષ્કર્મનો આરોપ પરત ખેચી લીધો છે. બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીની મહિલાએ આરોપ પરત લેતા કહ્યું કે તેની સાથે યૌન શોષણ થયું નથી. મહિલાએ આરોપ લગાવ્યો કે ભાજપના સભ્યોએ એક કોરા કાગળ પર તેની સહી કરાવી હતી અને પછી પોલીસનો સંપર્ક કર્યો હતો.

મહિલાએ કહ્યું, "ભાજપે મારી પાસે કોરા કાગળ પર સહી કરાવી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યું હતું." મહિલાને ખોટા આરોપ પરત લેવાને કારણે ધમકી અને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને લઇને મહિલાએ સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં  નવી ફરિયાદ નોંધાવી છે. સંદેશખાલીમાં મહિલાઓ સાથે દુષ્કર્મની કથિત ઘટના સામે આવ્યા બાદ વિવાદ થયો હતો.

આવાસ યોજનાના નામે ખોટી સહી કરાવી હતી

એક રિપોર્ટ અનુસાર, મહિલાએ આરોપ લગાવ્યો કે તેના ઘરે સ્થાનિક ભાજપ મહિલા મોરચાના પદાધિકારી અને પાર્ટીના અન્ય સભ્ય આવ્યા હતા. તે બાદ એક ખોટી ફરિયાદ પર સહી કરવા કહ્યું હતું.

મહિલાએ કહ્યું, "તેમને આવાસ યોજનામાં મારૂ નામ સામેલ કરવાના બહારને સહી માંગી હતી. બાદાં તે મને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા જ્યાં મને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. TMCની ઓફિસમાં મારી સાથએ યૌન શોષણ નથી થયું. મને ક્યારેય પણ મોડી રાત્રે પાર્ટી ઓફિસ જવા માટે મજબૂર પણ કરવામાં આવી નથી."

ભાજપના લોકો કરી રહ્યાં છે સામાજિક બહિષ્કાર- મહિલા

મહિલાએ કહ્યું કે જ્યારથી તેને પોતાનો પક્ષ રાખીને દુષ્કર્મના આરોપોને પરત લઇ લીધા છે ત્યારથી તેના પરિવારને સ્થાનિક ભાજપના પદાધિકારીઓ દ્વારા સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાએ કહ્યું, "અમે અસુરક્ષિત અનુભવી રહ્યાં છીએ અને મે હવે પોલીસની મદદ માંગી છે."

સ્ટિંગ ઓપરેશનમાં સંદેશખાલી દુષ્કર્મ કાંડ ખોટો હોવાનો દાવો

મહિલા તરફથી ભાજપના નેતાઓ પર આ આરોપ ત્યારે લગાવવામાં આવ્યા છે જ્યારે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યોં છે કે સંદેશખાલીમાં ષડયંત્ર રચવા પાછળ બંગાળ વિધાનસભાના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી હતા. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, કથિત રીતે ગંગાધર કોયલ નામના ભાજપ મંડળ (બુથ) અધ્યક્ષ વીડિયોમાં કહે છે કે સંદેશખાલીની મહિલાઓ સાથે યૌન શોષણ થયું નથી, તેમને વિપક્ષના નેતાના આદેશ પર 'દુષ્કર્મ' પીડિતા તરીકે આગળ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો