ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, દિલ્હી AIIMSમાં દાખલ
ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હી

ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
લાલ કૃષ્ણ અડવાણીને એઈમ્સના જેરિયાટ્રિક વિભાગમાં દાખલ
લાલ કૃષ્ણ અડવાણીને એઈમ્સના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. AIIMSમાં સ્વાસ્થ્યની યોગ્ય દેખરેખ રાખવા માટે તબીબોની ખાસ પેનલ તૈયાર કરાઈ છે.
અડવાણીને આ વર્ષે ભારત રત્ન આપવામાં આવ્યો હતો
લાલકૃષ્ણ અડવાણીની તબિયત અંગેનું લેટેસ્ટ અપડેટ હજુ જાહેર થયું નથી. AIIMSના ડોક્ટરો અને મેડિકલ એક્સપર્ટ દ્વારા અડવાણીનું મેડિકલ બુલેટિન ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે. આ વર્ષે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત સરકાર દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન આપવામાં આવ્યું હતું.
કોણ છે લાલકૃષ્ણ અડવાણી?
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચી હાલના પાકિસ્તાનમાં થયો હતો. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મેં 12 સપ્ટેમ્બર 1947ના રોજ પાકિસ્તાન છોડી દીધું હતું. તેમના આગમનના એક મહિના બાદ તેમનો પરિવાર ભારત આવ્યો હતો. લાલ કૃષ્ણ અડવાણીને એક પુત્રી પ્રતિભા અડવાણી અને એક પુત્ર જયંત અડવાણી છે. અડવાણીના પુત્ર અને પુત્રી બંને રાજકારણથી દૂર છે.






