મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થતાં ટોળાએ પોલીસ સ્ટેશન માથે લીધું, જાણો શું છે મામલો

Karnataka Custodial Death: કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીમાં પોલીસ કસ્ટડીમાં આદિલ નામના વ્

VIDEO: પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થતાં ટોળાએ પોલીસ સ્ટેશન માથે લીધું, જાણો શું છે મામલો

Karnataka Custodial Death: કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીમાં પોલીસ કસ્ટડીમાં આદિલ નામના વ્યક્તિનું મોત થયા બાદ હિંસક ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવ્યું છે. રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કરવાની સાથે ઘણા વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે કહ્યું કે, 30 વર્ષીય આદિલને જુગાર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની આશંકાને પગલે 24મેએ કસ્ટડીમાં લેવાયો હતો, પરંતુ શુક્રવારે તેનું આરોગ્ય કથળવાના કારણે પોલીસ સ્ટેશનમાં જ મોત થયું હતું.

મૃતકના સંબંધીઓનો પોલીસ સ્ટેશનમાં હોબાળો

આદિલના મોતના સમાચાર મળતાં જ તેના સંબંધીઓ પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું અને પથ્થરમારો પણ કર્યો હતો. જોકે પોલીસે લાઠીચાર્જ કરતા ટોળું વિખેરાઈ ગયું હતું. મૃતકના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાના કારણે આદિલનું મોત થયું છે.

ચન્નાગિરી પોલીસ છાવણીમાં ફેરવાયું

દાવણગેરેના પોલીસ અધિક્ષક ઉમા પ્રશાંકે કહ્યું કે, હાલ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે, ત્યારબાદ પરિવારજનોને સોંપી દેવાશે. તેમણે કહ્યું કે, હાલ પોલીસની ટીમ જ્યાં ઘટના બની તે વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે અને ચન્નાગિરીમાં વધારાની પોલીસે તહેનાત કરી દેવાઈ છે. મૃતકના શરીર પર કોઈપણ ઈજાના નિશાન નથી.

આદિલને પોલીસ સ્ટેશનમાં લાવતા જ સાત મિનિટમાં થયું મોત

પોલીસે દાવો કર્યો છે કે, આદિલને પોલીસ સ્ટેશનમાં લવાયો તેની સાત મિનિટમાં જ તેનું મોત થયું હતું, પછી તેને તુરંત હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ લો બીપીના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ સમાચાર શેર કરો