મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભગવાન વિશ્વકર્માના રૂપમાં PM મોદીની તસવીર બનાવી કરી પૂજા, કાર્યકરોએ કર્યો દુધાભિષેક

પીએમ નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે બિહારની રાજધાની પટનામાં બીજે

VIDEO: ભગવાન વિશ્વકર્માના રૂપમાં PM મોદીની તસવીર બનાવી કરી પૂજા, કાર્યકરોએ કર્યો દુધાભિષેક

પીએમ નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે બિહારની રાજધાની પટનામાં બીજેપી કાર્યકરોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલયમાં આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ કર્યું હતું. આ પ્રસંગે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે કહ્યું કે, “આખી દુનિયામાં જો કોઈ ભારતનાં ગુણગાન ગાઈ શકે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પીએમ મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરી રહ્યા છે. તે એવી વ્યક્તિ છે જે સમગ્ર વિશ્વમાં પોતાની ભારત માતાના સન્માન માટે કામ કરી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે, આપણી ભારત માતાની ધરતી પર કાશ્મીરમાં બે બંધારણ, બે પ્રતીક, બે માથા હતા. જો કોઈ તમારા ઘર અથવા જમીન પર અતિક્રમણ કરે અને ધ્વજ ફરકાવે અને કહે કે અમે માલિક છીએ તે કોઈ સહન કરી શકશે નહીં.

ઉત્સાહિત કાર્યકરોએ કર્યો દુધાભિષેક

પીએમ મોદીના જન્મદિવસ પર ભાજપના કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત દેખાયા અને તેમને અલગ-અલગ રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન રાજધાની પટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપના કાર્યકરો પીએમ મોદીની તસવીરને ભગવાન વિશ્વકર્માના રૂપમાં બનાવીને પૂજા કરી રહ્યા છે. આ ઘટના પટનાની વેદ સ્કૂલમાં બની હતી, જ્યાં બીજેપી નેતા કૃષ્ણ સિંહ કલ્લુના નેતૃત્વમાં પીએમ મોદીની ભગવાન વિશ્વકર્માની જેમ પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ પીએમ મોદીની પેઇન્ટિંગ પર દૂધનો અભિષેક કર્યો, તિલક લગાવ્યું અને આરતી પણ ગાઈ.

વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. પીએમ મોદી RSS સાથે જોડાયેલા રહ્યા અને એ જ રસ્તેથી ભાજપમાં આવ્યા. રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થયા પહેલા પીએમ મોદી સતત 13 વર્ષ સુધી ગુજરાતના સીએમ હતા અને છેલ્લા 10 વર્ષથી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો