મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : ટાયર ફાટતા હજ યાત્રીઓની વાન દુર્ઘટનાગ્રસ્ત, ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત

તામિલનાડુના વિલુપ્પુરમ જિલ્લામાં હજ યાત્રીઓને લઈ જતી એક વાનનો ગંભીર

તામિલનાડુના વિલુપ્પુરમ જિલ્લામાં હજ યાત્રીઓને લઈ જતી એક વાનનો ગંભીર અકસ્માત સર્જાયો છે. મુસાફરી દરમિયાન અચાનક વાનનું આગળનું ટાયર ફાટી જતાં ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને વાન પલટી ગઈ હતી. આ વાનમાં કુલ ૨૪ મુસાફરો સવાર હતા, જેમાંથી ૧૦ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સદનસીબે, તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો