તામિલનાડુમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ટકરાવ, 'એટ હોમ' રિસેપ્શનમાં સ્ટાલીન રહ્યા ગેરહાજર

તામિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ ગણતંત્રના દિવસે હંમેશાની જેમ 'એટ હોમ' રિસેપ્શન રાખ્યું હતું. આ રિસેપ્શનમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન હાજર રહ્યા નહોતા. રાજ્યપાલના કાર્યક્રમમાં જવાને બદલે મુખ્યમંત્રી એક બીજા કાર્યક્રમમાં પહોચી ગયા હતા. રાજભવનમાં આયોજીત કાર્યક્રમમાં એઆઇડીએમકે, ભાજપ, ડીએમડીકે અને ઉઠીયા તમી જગમના નેતાઓએ ભાગ લીધો હતો.
૨૦૨૪માં આજ કાર્યક્રમમાં સ્ટાલીન અને એમના સાથી મંત્રીઓ હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યપાલ રવિ અને ડીએમકે સરકાર વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. રાજ્યપાલ તામિલનાડુ સરકારની કેટલીક કાર્યવાહી સામે સતત ટીકા ટીપ્પણી કરતા રહે છે, જેને કારણે સ્ટાલીન નારાજ થયા છે.

