મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UPSCના ચેરમેને રાજીનામું ધરી દેતા અનેક તર્ક વીતર્ક, સામે આવ્યું કારણ

યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ રાજી

UPSCના ચેરમેને રાજીનામું ધરી દેતા અનેક તર્ક વીતર્ક, સામે આવ્યું કારણ

યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ રાજીનામું દેતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. તેમણે પદ છોડતાં કહ્યું હતું કે હું મારા અંગત કારણોસર આ પદ છોડી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે મનોજ સોનીનો કાર્યકાળ હજુ 5 વર્ષ બાકી હતો. 2017માં તેઓ યુપીએસસીના સભ્ય બન્યા હતા અને 16 મે 2023ના રોજ તેમને યુપીએસસીનું અધ્યક્ષ પદ સોંપાયું હતું.

મહિના અગાઉ આપ્યું હતું રાજીનામું

સૂત્રો અનુસાર મનોજ સોનીએ લગભગ એક મહિના અગાઉ જ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપી દીધું હતું. જોકે એ સ્પષ્ટ નથી કે તેમનું રાજીનામું સ્વીકારાશે કે નહીં. સૂત્રોએ પુષ્ટી કરી હતી કે તેમનો નિર્ણય UPSC ઉમેદવારો નોકરી મેળવવા માટે ફેક પ્રમાણપત્રનો ઉપયોગ કરવા સંબંધિત તાજેતરના વિવાદ સાથે સંકળાયેલો નથી. 

મનોજ સોનીની કારકિર્દી કેવી રહી? 

જૂન 2017માં યુપીએસસીમાં સામેલ થતા પહેલા મનોજ સોનીએ તેમના ગૃહ રાજ્યમાં બે યુનિવર્સિટીઓમાં ત્રણ કાર્યકાળ માટે કુલપતિ તરીકે ફરજ બજાવી હતી. તેમને 2005માં તત્કાલીન મુખ્યમંત્રી મોદી દ્વારા વડોદરાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા હતા. નોંધનીય છે કે સોની 40 વર્ષની વયે જ વાઇસ ચાન્સેલર બની ગયા હતા. 

પાંચ વર્ષનો કાર્યકાળ બાકી હતો

UPSCના ચેરમેન ડૉ. મનોજ સોનીએ અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. પાંચ વર્ષ સુધી મેમ્બર તરીકે ફરજ બજાવ્યા બાદ મનોજ સોની 2023માં છ વર્ષ માટે UPSCના ચેરમેન બન્યા હતા. મનોજ સોની આણંદ ખાતેના પોતાના આશ્રમમાં હવે કામ કરશે તેવી વાત બહાર આવી છે. સીનિયર મેમ્બર રાજ શુકલા UPSCના ઇન્ચાર્જ ચેરમેન બની શકે છે. 10 સભ્યોના UPSCમાં હાલમાં ચેરમેન સહિત આઠ સભ્યો જ કાર્યરત છે.

આ સમાચાર શેર કરો