મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં વધારો, ગૃહ મંત્રાલયે Z કેટેગરીની સિક્યુરિટી આપી

ગૃહમંત્રાલયે કેન્દ્રીય ખાદ્ય ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં વધારો કર્યો છે. ચિરાગ પાસવાનને Z ક

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં વધારો, ગૃહ મંત્રાલયે Z કેટેગરીની સિક્યુરિટી આપી

ગૃહમંત્રાલયે કેન્દ્રીય ખાદ્ય ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં વધારો કર્યો છે. ચિરાગ પાસવાનને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. પહેલા તેમને SSBના કમાન્ડો સુરક્ષા આપતા હતા. હવે ચિરાગ પાસવાનને CRPF સુરક્ષા આપશે.આ બદલાવ IBના થ્રેટ રિપોર્ટ બાદ કરવામાં આવ્યો છે.

ભારત સરકાર તરફથી દેશના કેટલાક લોકોને સિક્યુરિટી આપવામાં આવે છે. ગૃહમંત્રાલય તરફથી X,Y,Y+, Z,Z+ સિક્યુરિટી આપવામાં આવે છે. આ સિવાય એક SPG સિક્યુરિટી હોય છે જે માત્ર દેશના વડાપ્રધાનને મળે છે. SPG એક અલગ ફોર્સની જેમ છે જે માત્ર વડાપ્રધાનને કવર કરે છે.

આવી હશે ચિરાગ પાસવાનની સુરક્ષા

Z કેટેગરી હેઠળ ચિરાગ પાસવાનની સુરક્ષામાં કૂલ 33 સુરક્ષાગાર્ડ તૈનાત રહેશે. આ સાથે જ 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ VIPના ઘર પર રહેશે, આ સિવાય 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, ત્રણ શિફ્ટમાં આર્મ્ડ સ્કૉર્ટના 12 કમાન્ડો, વાચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને 3 ટ્રેંડ ડ્રાઇવર રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે.

આ સમાચાર શેર કરો