મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

18 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ, પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ NTAનો નિર્ણય

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18 જૂન 2024ના રોજ લેવાયેલી UGC-NET 2024ની પરીક્ષા રદ કરી દીધી છે. સાથે જ આ મામલાની સંપૂર્ણ તપાસ સે

18 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ, પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ NTAનો નિર્ણય

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18 જૂન 2024ના રોજ લેવાયેલી UGC-NET 2024ની પરીક્ષા રદ કરી દીધી છે. સાથે જ આ મામલાની સંપૂર્ણ તપાસ  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિસિસ યુનિટ તરફથી કેટલાક ઇનપુટ મળ્યા હતા. આ ઇનપુટ્સ પ્રથમદર્શી દર્શાવે છે કે મંગળવારે લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હતી.

પરીક્ષાની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરાશે

પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. તેમજ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.

1205 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી

દેશભરના 317 શહેરોમાં મંગળવારે 1205 પરીક્ષા કેન્દ્રો પર UGC-NET પરીક્ષા લેવામાં આવી હતી. 11.21 લાખથી વધુ નોંધાયેલા ઉમેદવારોમાંથી લગભગ 81 ટકાએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પ્રથમ શિફ્ટ સવારે 9.30 થી બપોરે 12.30 અને બીજી શિફ્ટ બપોરે 3 થી 6 વાગ્યા સુધીની હતી.

આ સમાચાર શેર કરો