મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ્રથમ વરસાદમાં ઉધમપુર પાણી પાણી

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ચોમાસાના પ્રથમ મુસળધાર વરસાદે જ સ્થાનિક વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ચોમાસાના પ્રથમ મુસળધાર વરસાદે જ સ્થાનિક વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શરૂઆતના ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય અને વ્યસ્ત બજાર વિસ્તારોમાં ભારે જલભરાવ સમસ્યા સર્જાઈ હતી. નબળી ડ્રેનેજ સિસ્ટમને કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા જેના લીધે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.દુકાનોમાં પાણી ભરાવાને કારણે મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ નબળી નાગરિક સુવિધાઓ અને વહીવટી તંત્રની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો