VIDEO: અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના
જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મન

જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પરંપરાગત પૂજા-અર્ચના કર્યા બાદ લીલી ઝંડી બતાવીને શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને રવાના કર્યો હતો. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયેલા આ પ્રથમ જથ્થામાં હજારો ઉત્સાહી શ્રદ્ધાળુઓ સામેલ છે, જેઓ બમ બમ ભોલે અને 'જય બરફાની બાબા'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. વિઝ્યુઅલ્સમાં ભક્તોનો ભારે ઉત્સાહ અને સુરક્ષા દળોની સજ્જતા સ્પષ્ટ દેખાય છે. પ્રશાસન દ્વારા યાત્રિકો માટે રહેવા, જમવા અને તબીબી સારવારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.




