VIDEO: અમરનાથ યાત્રા પૂર્વે ચંદરકોટમાં લંગરનું નિરીક્ષણ
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના ચંદરકોટ ખાતે આગામી પવિત્ર અમરનાથ યાત્રા પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ના કમિશનરે લંગર સાઇટની મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને શુદ્ધ, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. સામે આવેલા દ્રશ્યોમાં કમિશનર ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાની સમીક્ષા કરતા નજરે પડે છે. તેમણે લંગર સંચાલકોને કડક સૂચના આપી છે કે ભોજન બનાવતી વખતે સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરવામાં આવે, જેથી યાત્રીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને યાત્રા સુખદ બને.

