Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Security intensive road operation by CRPF on highways ahead of Amarnath Yatra

VIDEO: અમરનાથ યાત્રા પૂર્વે હાઈવે પર CRPFનું સુરક્ષા સઘન રોડ ઓપરેશન

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આગામી શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના કુલગામ સ્થિત ખુદવાની વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી છે. યાત્રાળુઓની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા નેશનલ હાઈવે-૪૪ પર રોડ ઓપનિંગ ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે આતંકી પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવા માટે જવાનો આધુનિક ઉપકરણો સાથે હાઈવે અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે. શિવભક્તોની પવિત્ર યાત્રા શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જવાનો માર્ગો પર સતત ચાંપતી નજર રાખીને ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. દર વર્ષે યોજાતી યાત્રામાં લાખો ભક્તો આવે છે, તેથી સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

App Store