મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઇથી દુબઇ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવાનું UAEનું પ્લાનિંગ, અરબ સાગરમાં બે હજાર કિમી લાંબુ રેલવે નેટવર્ક રચાઇ શકે

ભવિષ્યમાં મુંબઇ અને દુબઇ વચ્ચે અંડરવોટર ટ્રેન દોડશે. UAEએ આ ટ્રેન દોડાવવાની શક્યતા તપાસવા

મુંબઇથી દુબઇ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવાનું UAEનું પ્લાનિંગ, અરબ સાગરમાં બે હજાર કિમી લાંબુ રેલવે નેટવર્ક રચાઇ શકે

ભવિષ્યમાં મુંબઇ અને દુબઇ વચ્ચે અંડરવોટર ટ્રેન દોડશે. UAEએ આ ટ્રેન દોડાવવાની શક્યતા તપાસવા માંડી છે. યુએઇના નેશનલ એડવાઇઝર બ્યૂરો લિમિટેડ દ્વારા આ પ્લાનિંગ પર વિચારણા શરૂ થઇ છે.

દુબઇ અને મુંબઇ વચ્ચે અંડરવોટર રેલ નેટવર્ક રચવા આયોજન

યુએઇના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઇ અને મુંબઇ અંડરવોટર રેલ નેટવર્કથી માત્ર યુએઇ અને ભારત જ નહીં પણ અન્ય દેશોને પણ ફાયદો થશે. બ્યૂરોના વડા અબ્દુલ્લા અલશેહીએ કહ્યું હતું કે અમે ભારતના મુંબઇને દુબઇના ફુજૈરાહ સાથે દરિયા હેઠળ અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગીએ છીએ. આનાથી વેપારને વેગ મળશે.યુએઇના નેશનલ એડવાઇઝર બ્યૂરોના વડાએ કહ્યું કે આ ટ્રેનની યોજના સાકાર બને તો ભવિષ્યમાં દુબઇથી ભારત ક્રૂડની નિકાસ પણ આ રેલવે નેટવર્ક મારફતે થઇ શકે અને અમે ભારતથી નર્મદાનું મીઠું પાણી પણ આયાત કરી શકીએ. આ રેલ નેટવર્કના પ્લાનમાં અનેક એંગલથી વિચારણા કરવી પડે તેમ છે. આ બે હજાર કિમી લાંબુ રેલવે નેટવર્ક હશે.

600થી 1000 કિમી ટ્રેનની સ્પીડ હોઇ શકે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેનની સ્પીડ કલાકના 600થી 1000 કિમીની હોઇ શકે છે. ટ્રેનમાં પેનોરમિક વ્યૂ આપતી વિન્ડો હશે. જેના દ્વારા પ્રવાસીઓ સમુદ્રી જીવસૃષ્ટિ પણ નિહાળી શકશે. આ બહુ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે હજુ તો ફિઝિબિલિટી સર્વે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મુંબઇ અને દુબઇ એમ વિશ્વના બે ટોચનાં મહાનગરોને અન્ડર વોટર સી ટ્રેનથી સાંકળી શકાય તેવો આ વિચાર હાલનો નથી. અગાઉ 2018માં પણ આ આઇડિયા રજૂ કરવામાં આવ્યો હતો.પરિવહન નિષ્ણાતોના મતે આ પ્રોજેક્ટ પાર પાડવો એ આર્થિક ઉપરાંત ટેકનિકલ રીતે પણ બહુ મોટો પડકાર સાબિત થશે.જોકે, યુએઇ એશિયામાં વેપારમાં પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે. વેપાર પ્રભુત્વની રીતે તેની હરીફાઇ હાલ સાઉદી અરેબિયા સાથે ચાલે છે આથી તે આ પ્રોજેક્ટને પાર પાડવા માટે ગમે તે હદે જઇ શકે છે.

આ સમાચાર શેર કરો