Video: ખોજાફૂલ નજીક હાઇવે પર અકસ્માતમાં બેના મોત

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં નેશનલ હાઇવે-૧૯ પર ખોજાફૂલ નજીક શ્રદ્ધાળુઓને લઈ જતી ટૂરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોનાં મોત નીપજ્યાં છે અને ૨૨ મુસાફરો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે તથા હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત