Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Two new tax slabs approved, decision taken in GST Council meeting

નવા બે ટેક્સ સ્લેબને અપાઈ મંજૂરી, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
નવા બે ટેક્સ સ્લેબને અપાઈ મંજૂરી, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
સોર્સ : GSTV

GST કાઉન્સિલે ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાઉન્સિલે 12% અને 18% ના હાલના દરને દૂર કરીને ફક્ત બે ટેક્સ સ્લેબ 5% અને 18% ને મંજૂરી અપાઈ છે. આ નવો સ્લેબ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. 

App Store

નવી દિલ્હીમાં GST કાઉન્સિલની બે દિવસીય બેઠક 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહી છે, જેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે. આ નિર્ણયથી GST ના માળખાને વધુ સરળ બનાવવાની આશા છે, જે સામાન્ય ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ બંનેને રાહત આપી શકે છે.

લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST

જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયે 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે. બેઠક બાદ હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ કહ્યું કે, બેઠકમાં હાજર તમામ સભ્યો જીએસટી દરને યોગ્ય બનાવના પક્ષમાં સહમત થયા છે. હવે પાંચ ટકા અને 18 ટકા ટેક્સ સ્લેબ હશે, જ્યારે કેટલીક લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા જીએસટી લાગુ થશે.

અનેક ઉત્પાદનો સસ્તા થશે

સૂત્રોના જણાવ્યા મુજબ 12 ટકા જીએસટી સ્લેબમાં કુલ 99 ટકા સામાનનો સમાવેશ થતો હતો, હવે આ સામાનો પર પાંચ ટકા જીએસટી લાગુ પડશે. જ્યારે જે સામાનો પર 28 ટકા સ્લેબ લાગુ પડતો હતો, તેને હવે 18 ટકામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ નિર્ણયના કારણે અનેક ઉત્પાદનો સસ્તા થઈ જશે.