Video: ઓડિશાના જગતસિંહપુરમાં 350 દેશી બોમ્બ સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાં તીર્તોલ પોલીસે ગેરકાયદે ફટાકડાના ઉત્પાદન અને સંગ્રહ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને તીર્તોલ પોલીસ સ્ટેશન હેઠળના સૌરા છક વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા બનાવવામાં આવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસડીપીઓ અને તીર્તોલ પોલીસની ટીમોએ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 350 જેટલા દેશી બોમ્બ, મોટી માત્રામાં તૈયાર ફટાકડા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 40 લાખ રૂપિયાથી વધુ હોવાનું પોલીસનું અનુમાન છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત