મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીર: ડોડામાં એક ખાનગી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં શનિવારે એક બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકો

જમ્મુ-કાશ્મીર: ડોડામાં એક ખાનગી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં શનિવારે એક બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં શનિવારે એક બસ ભાલેસાથી થાથરી જઈ રહી હતી. ત્યારે આ બસ સવારે લગભગ 10.25 વાગ્યે ભાટિયાસ પાસે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. 

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવકામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બીજી તરફ ઘાયલ લોકોને સારવારા માટે ડોડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો