દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી, પોલીસ તપાસ શરુ
દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો છે. જો કે આ બાદ દિ

દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો છે. જો કે આ બાદ દિલ્હી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામો આવ્યો છે.
દિલ્હીની કેટલીક શાળાઓને આવી જ ધમકીઓ મળ્યાના દિવસો પછી દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બની ધમકીઓ મળી છે. ઈ-મેલમાં આપવામાં આવેલી ધમકી બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને આપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે છે અને બંને હોસ્પિટલોમાં શોધખોળ ચાલી રહી છે.
1 મેના રોજ શાળાઓને ધમકી આપવામાં આવી હતી
1 મેના રોજ સવારે 223 શાળાઓને ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા કે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ઈમેલમાં દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલમાં લખ્યું હતું કે, 'ઈન્શાઅલ્લાહ, અમે તેમને હવામાં ઉડાડી દઈશું અને તમારા શરીરના ટુકડા કરી દઈશું. તમારા શરીરને ફાડી નાખશે. અમે તમારી ગરદન અને ચહેરો કાપી નાખીશું. જો અલ્લાહ ચાહે તો અમે તમને આગની જ્વાળાઓમાં નાખી દઈશું. કાફિરો માટે નરકમાં અલગ આગ છે. નાસ્તિકો... ઇન્શાઅલ્લાહ, તમે આ આગમાં હંમેશ માટે બળી જશો.’






