Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Trump praises PM Modi amid conflict with Iran

'અમે બે એવા લોકો જે કામ કરીને દેખાડીએ છીએ', ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે પીએમ મોદીના કર્યા વખાણ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'અમે બે એવા લોકો જે કામ કરીને દેખાડીએ છીએ', ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે પીએમ મોદીના કર્યા વખાણ
સોર્સ : gstv

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા એવા નેતા તરીકે કરી છે જે માત્ર બોલતા નથી પરંતુ પરિણામો આપે છે. ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોના ઉજ્જવળ ભવિષ્ય અંગે આશાવાદ પણ વ્યક્ત કર્યો. ભારતમાં યુએસ દૂતાવાસ દ્વારા શેર કરાયેલા સંદેશમાં ટ્રમ્પે કહ્યું કે, "ભારત સાથેના અમારા ઉત્તમ સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી મોદી અને હું - અમે બે લોકો એવા છીએ જે કામ પૂર્ણ કરીને દેખાડીએ છીએ, એવી વાત મોટાભાગના લોકો બાબતે ના કહી શકાય."

App Store

પીએમ મોદી અને ટ્રમ્પે કરી વાતચીત

મંગળવારે બંને દેશના નેતાઓએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ સંઘર્ષથી વૈશ્વિક ઉર્જા પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો સર્જાયા હોવાથી બંને નેતાઓ વચ્ચેની વાતચીત એ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત હતી કે, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રહે અને સુરક્ષિત રહે. વાટાઘાટો પછી પીએમ મોદીએ 'X' (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, એ સુનિશ્ચિત કરવાનું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું, સુરક્ષિત અને બધા માટે સુલભ રહે તે સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે શાંતિ અને સ્થિરતાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોને લઈને એકબીજાના સંપર્કમાં રહેવા સંમત થયા છીએ.

ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ 'X' પર લખ્યું હતું કે, ટ્રમ્પ અને મોદી વચ્ચેની ચર્ચામાં મધ્ય પૂર્વમાં બદલાતી સ્થિતિની સમીક્ષાનો સમાવેશ થતો હતો, આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને અવરોધોથી મુક્ત રાખવાના વ્યૂહાત્મક મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ક્ષેત્રમાં વધતી જતી અસ્થિરતાને ધ્યાનમાં રાખીને બંને રાષ્ટ્રોએ એકબીજા સાથે ગાઢ સંકલનમાં કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

પ્રતિબંધોને 10 દિવસ વધુ લંબાવ્યા

આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી છે કે તેઓ ઇરાનના ઉર્જા માળખાને ટાર્ગેટ કરીને કરવામાં આવતા હુમલાઓ પર લાગેલી રોકને 10 દિવસ વધુ સમય લંબાવી રહ્યા છે. અર્થાત સોમવાર, 6 એપ્રિલ, 2026 સુધી લંબાવી છે. ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં યુએસ પ્રમુખે દાવો કર્યો હતો કે, આ જાહેરાત ઇરાની સરકારની વિનંતી પર કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેહરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો ખૂબ સારી રીતે આગળ વધી રહી છે.

ટોપિક્સ:ustrumppm modigstv news