પંજાબ/ એક બીજા સાથે ટકરાઇ 2 માલગાડીઓ, બે ટ્રેન ડ્રાઇવર ઘાયલ
પંજાબના ફતેહગઢ સાહિબમાં સરહિંદના માધોપુર પાસે એક મોટી દૂર્ઘટના ટળી ગઇ છે. રેલ્વેની બે માલગાડીઓ એક બીજા સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં

પંજાબના ફતેહગઢ સાહિબમાં સરહિંદના માધોપુર પાસે એક મોટી દૂર્ઘટના ટળી ગઇ છે. રેલ્વેની બે માલગાડીઓ એક બીજા સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં બે ટ્રેન ડ્રાઇવર ઘાયલ થયા છે.
ઘાયલોને ફતેહગઢ સાહિબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર હાલત જોતા તેમને સિવિલ હોસ્પિટલમાંથી રાજિંદર હોસ્પિટલ પટિયાલા રેફર કરવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળનો વીડિયો અને તસવીરો વાયરલ થઇ છે જેમાં બન્ને ટ્રેનને નુકસાનગ્રસ્ત હાલતમાં જોઇ શકાય છે. ટ્રેનની સ્થિતિ જોઇને અનુમાન લગાવી શકાય છે કે આ ટક્કર કેટલી જોરદાર હતી. જોકે, તેમાં કોઇ મોટુ નુકસાન થયુ નથી.






