Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Traffic jam on waterlogged Western Express Highway in Mumbai due to rain

VIDEO: મુંબઈમાં વરસાદને કારણે પાણી ભરાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ચોથા દિવસે પડી રહેલા મુસળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈની લાઈફલાઈન ગણાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને સાન્તાક્રુઝ ઈસ્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ થંભી ગઈ છે અને કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ઓફિસે જતા વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર ફસાયા છે. ટ્રાફિક પોલીસે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

App Store