VIDEO: મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં ફરવા ગયેલા પ્રવાસી ફસાયા, ભારે વરસાદને કારણે ઝરણા વહેતા થયા
મહારાષ્ટ્રના રાયગઢમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે. રાયગઢ કિલ્લામાં ફરવા ગયેલા પ્રવાસી ભારે વરસાદને કાર

મહારાષ્ટ્રના રાયગઢમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે. રાયગઢ કિલ્લામાં ફરવા ગયેલા પ્રવાસી ભારે વરસાદને કારણે પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રવાસીઓ પુરના પાણીમાં તણાવાથી બચી રહ્યાં છે.
મુંબઇ ભારે વરસાદમાં જળમગ્ન છે અને સ્કૂલ કોલેજ અને ઓફિસ બંધ છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રાયગઢમાં પણ એક વીડિયો સામે આવ્યો છે. રવિવારે વિસ્તારમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે અને રાયગઢ કિલ્લામાં ફરવા આવેલા પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. અડધા કલાકના વરસાદ બાદ છત્રપતિ શિવાજી મહારાજ કિલ્લાની સીડીઓ પર ઝરણા જેવો નજારો જોવા મળ્યો હતો. કિલ્લામાં ફરવા આવેલા પ્રવાસીઓ ફસાઇ ગયા હતા પણ સીડી પર લોખંડીની ચેન લાગેલી હોવાને કારણે તેમને કોઇ નુકસાન થયું નહતું.




