VIDEO : હીટવેવથી બચવા પ્રવાસીઓનો કાશ્મીર તરફ ધસારો, દાલ લેક પર ઉમટી ભીડ
દેશના મેદાની વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે મોટી સંખ્યામાં

દેશના મેદાની વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીર ખીણ તરફ વળ્યા છે. શ્રીનગરના પ્રખ્યાત દાલ લેક ખાતે પ્રવાસીઓ ઠંડા અને આહલાદક વાતાવરણ વચ્ચે પરંપરાગત શિકારા સવારીની મજા માણી રહ્યા છે. મેદાની રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે જ્યારે કાશ્મીરમાં વાતાવરણ અત્યંત ખુશનુમા છે. આ આહલાદક હવામાનનો આનંદ લેવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ દાલ લેક, ગુલમર્ગ અને પહેલગામ જેવા પ્રવાસી સ્થળોએ ઉમટી પડ્યા છે. સાંજની ગુલાબી ઠંડી વચ્ચે દાલ લેકના શાંત પાણીમાં શિકારાની સવારી અને હાઉસબોટનું રોકાણ પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બની રહ્યું છે જેના લીધે સ્થાનિક પર્યટન ઉદ્યોગમાં ભારે તેજી જોવા મળી રહી છે.




