મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઈન્દિરાપુરમમાં મુશળધાર વરસાદ: ટ્રાન્સ-હિન્ડનના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ગાઝિયાબાદના પોશ ગણાતા ટ્રાન્સ-હિન્ડન વિસ્તારના ઈન્દિરાપુરમમાં પડેલા ભારે વરસાદને કા

તસવીર: gstv

ગાઝિયાબાદના પોશ ગણાતા ટ્રાન્સ-હિન્ડન વિસ્તારના ઈન્દિરાપુરમમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસાના ધોધમાર વરસાદને પગલે ઈન્દિરાપુરમના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને અંડરપાસમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ન્યાય ખંડ, શક્તિ ખંડ, જ્ઞાન ખંડ અને વૈભવ ખંડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ કન્સ્ટ્રક્શનના અધૂરા કામોને કારણે પાણી ભરાવાની સાથે સર્જાયેલા કાદવ-કીચડના સામ્રાજ્યથી વાહનચાલકો અને રાહદારીઓ સ્લિપ થઈ રહ્યા છે. અનેક સોસાયટીઓના ભોંયતળિયે પાણી ઘૂસી જતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઓફિસે જતા કર્મચારીઓ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થવાને કારણે પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રશાસન દ્વારા પંપ મૂકી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો