VIDEO:ટીએમસીના સાંસદો NDAની નજીક? ચોમાસુ સત્રમાં મહત્વપૂર્ણ બિલો પર ગરમાશે રાજકારણ
મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદથી દેશની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાતા જોવા મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ટીએમસીના કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી એનડીએ સરકારને ટેકો આપવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં સંસદમાં એનડીએની સ્થિતિ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જુલાઈના ત્રીજા અઠવાડિયામાં શરૂ થનારા ચોમાસુ સત્રમાં સરકાર ફરી એકવાર પરિસીમન બિલ રજૂ કરી શકે છે. અગાઉ જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના અભાવે પરિસીમન અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ પસાર થઈ શક્યા નહોતા. હવે ટીએમસીમાં સંભવિત બળવાને કારણે સરકાર માટે જરૂરી બહુમતીનો આંકડો હાંસલ કરવાનો માર્ગ સરળ બની શકે છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે આગામી સત્રમાં આ મહત્વપૂર્ણ બિલોને લઈને સંસદમાં ગરમાગરમ ચર્ચા જોવા મળશે.

