Video: વાયુસેનાની કમાન્ડર્સ કોન્ફરન્સ

દિલ્હીના વાયુ ભવન ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ભારતીય વાયુસેનાના કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વાયુસેનાના પ્રમુખ એર માર્શલ આશુતોષ દીક્ષિત સહિત વાયુસેના અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં વાયુસેનાની કામગીરી અને વિવિધ વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. દેશની સુરક્ષા અને વાયુસેનાની કાર્યક્ષમતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
જાહેરાત







