Video: કેઓંઝરમાં મુખ્યમંત્રીનો જનસંવાદ

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પોતાના ગૃહજિલ્લા કેઓંઝરમાં લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને ફરિયાદો સાંભળી હતી. મુખ્યમંત્રીએ લોકોની રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો સાથે એકતા દર્શાવવા તેમણે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય લીધો હતો. પૂરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સાદગીથી તહેવાર મનાવવાનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત








