Video: એર ટેક્સીના માધ્યમથી સમય ઘટીને માત્ર ૨૦ થી ૩૦ મિનિટનો થશે

સોર્સ: gstv

કુદરતી સૌંદર્યથી ભરપૂર હિમાચલ પ્રદેશના શિમલા અને આસપાસના વિસ્તારોમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા તથા દુર્ગમ પહાડી વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરવાના હેતુથી શિમલા-રામપુર અને રામપુર-રેકોંગ પિઓ રૂટ પર એર ટેક્સી સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. આ એર ટ્રેક્સીથી હિલાચલ પ્રદેશના ટુરિઝમ અને સામાન્ય લોકોની કનેક્ટીવીટી સરળ બનશે, હિમાચલ પ્રદેશ કુદરતી સંસાધનોથી ભરપુર છે. લાખો પ્રવાસીઓ દર વર્ષે સિમલા, મનાલી સહિત અનેક જગ્યાએ ફરવા માટે આવે છે. દુર્ગમ પહાડો અને વાંકચુકા રસ્તાને કારણે પ્રવાસન સ્થળો સુધી પહોંચવા માટે કલાકોનો સમય જાય છે. એર ટેક્સી આ સમસ્યાનું સમાધાન લાવશે.

હિમાચલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઈઝેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિકેશ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, હિમાચલના ઊંચા પહાડી અને વિષમ ભૌગોલિક વિસ્તારોમાં રસ્તા માર્ગે મુસાફરી કરવી ઘણી મુશ્કેલ અને સમય માંગી લે તેવી હોય છે. ખાસ કરીને ચોમાસામાં ભૂરસ્ખલન કે શિયાળામાં બરફવર્ષા દરમિયાન મોટર માર્ગો બંધ થઈ જાય છે. આ કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિક અને વાંકચૂંક રસ્તાઓ પર હેરાન થવું પડે છે.  એર ટેક્સી સેવા શરૂ થવાથી કલાકોની લાંબી અને થકવી દે તેવી મુસાફરી હવે મિનિટોમાં પૂરી થઈ જશે. શિમલાથી રામપુર કે કિનૌરના રેકોંગ પિઓ સુધી જમીની માર્ગે પહોંચવામાં ૫ થી ૭ કલાકનો સમય લાગે છે. એર ટેક્સીના માધ્યમથીઆ સમય ઘટીને માત્ર ૨૦ થી ૩૦ મિનિટનો થશે.  જેનાથી પ્રવાસીઓને સમયની મોટી બચત થશે. આ સેવા શરૂ કરવાનો મુખ્ય આશય પહાડી વિસ્તારોમાં મુસાફરીને સરળ બનાવવાનો અને દુર્ગમ વિસ્તારો સુધી પ્રવાસીઓની પહોંચ વધારવાનો છે. એર ટેક્સી સેવાથી સૌથી મોટો ફાયદો વયોવૃદ્ધ નાગરિકો, બાળકો અને શારીરિક રીતે અસમર્થ લોકોને થશે, જેઓ પહાડી રસ્તાઓ પર લાંબી મુસાફરી કરી શકતા નહોતા, તેઓ હવે ખૂબ જ ઓછા સમયમાં અને આરામદાયક રીતે શિમલા પહોંચી શકશે અને ત્યાંના વિવિધ મનોહર પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે. ઉપરાંત, કટોકટીના સમયે કે મેડિકલ ઈમરજન્સીમાં પણ આ એર ટેક્સી દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત