Video: વિદેશી પ્રવાસીઓએ કરી સ્વાનની પૂજા

નેપાળમાં પાંચ દિવસીય તિહાર ઉત્સવના બીજા દિવસે 'કુકુર તિહાર'ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજધાની કાઠમંડુમાં નેપાળ પોલીસ, સ્થાનીય લોકો અને મોટી સંખ્યામાં આવેલા વિદેશી પ્રવાસીઓએ શ્વાનોની વિશેષ પૂજા કરી હતી. માનવ જીવનમાં શ્વાનોની વફાદારી અને રક્ષણની ભૂમિકા માટે તેમનો આભાર માનવા તેમને તિલક કરવામાં આવ્યું, ફૂલોની માળા પહેરાવવામાં આવી અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી. નેપાળ પોલીસના કેનાઇન ડિવિઝનમાં પણ વિશેષ તાલીમ પામેલા શ્વાનોનું બહુમાન કરાયું હતું. વિદેશી પ્રવાસીઓ માટે આ અનોખી સાંસ્કૃતિક પરંપરાનો ભાગ બનવું એક રોમાંચક અને યાદગાર અનુભવ બની રહ્યો હતો.
જાહેરાત







